લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને ઇડીનું સમન્સ
તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કથિત બેન્ક ફ્રોડ સંબંધિત મની લોન્ચરિંગ કેસમાં તપાસના ભાગરુપે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને નવેસરથી સમન્સ પાઠવ્યું છે અને તેમનને પૂછપરછ માટે 14 નવેમ્બરે ઇડીની ઓફિસે બોલાવ્યા છે. ઓગસ્ટમાં ફેડરલ તપાસ એજન્સીએ આ 66 વર્ષીય ઉદ્યોગપતિની લગભગ દસ કલાક પૂછપરછ કરી હતી.