ચોથી T20Iમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની સિરિઝમાં 2-1થી લીડ
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં 6 નવેમ્બરે રમાયેલી ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતે શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી સાત વિકેટ માત્ર 28 રનમાં ગુમાવી દીધી હતી.